Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી વિદ્યાધામમાં બાળકો માટે બાળ ઉત્સવ મેળો યોજાયો.

Share

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૦૬, ૦૭ અને ૦૮ નવેમ્બર ૨૦૨૩ એમ કુલ ૦૩ (ત્રણ) દિવસ ઇરફાન મુન્શી શિશુ વિહાર (ગુજરાતી માધ્યમ), ઇરફાન મુન્શી કિંડરગાર્ટન (અંગ્રેજી માધ્યમ) અને ઇરફાન મુન્શી શિશુ વિહાર (બહારની બાલવાડી)ના નાના ભૂલકાઓ માટે “બાળ ઉત્સવ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. ૦૬-૧૧-૨૦૨૩ ના રોજ બાળકોના હાથે ઉદ્ઘાટન કરીને “બાળ ઉત્સવ મેળા” ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ “બાળ ઉત્સવ મેળા”માં ઇરફાન મુન્શી શિશુ વિહાર (ગુજરાતી માધ્યમ), ઇરફાન મુન્શી કિંડરગાર્ટન (અંગ્રેજી માધ્યમ) અને ઇરફાન મુન્શી શિશુ વિહાર (બહારની બાલવાડી)ના કુલ ૧૫૦૦ થી વધુ બાળકોએ આ મેળાનો લાભ લીધો હતો.

આ મેળામાં બાળકોના મનોરંજન માટે વિભિન્ન પ્રકારની ચકડોળ, જમ્પિંગ, મેરીગો રાઉન્ડ તેમજ ખાસ પ્રકારના કાર્ટુન શો અને તિલશ્મિ શો, હોર્સ રાઇડિંગ, મીકી માઉસ, સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત બાળકો માટે વેલકમ ડ્રિંક્સ તેમજ પોપકોર્નની પણ વ્યવસ્થા રાખવામા આવી હતી. બાળકોના સ્વાસ્થય અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું અને તેના માટે એપેક્ષ હોસ્પિટલ તરફથી એમ્બુલન્સ અને ફાયર બ્રિગેડ તેમજ ડોક્ટર્સની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. તદઉપરાંત કુલ ૧૫૦ થી પણ વધુ સ્ટાફ તેમજ ૧૦૦ થી પણ વધુ વોલેંટીયર્સએ બાળકોની દેખરેખ માટે ખડે પગે રહીને પોતાની સેવા બજાવી હતી.

આ બાળ ઉત્સવ મેળાની પૂર્ણાહુતિ સમયે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સામાજીક કાર્યકરોએ બાળ ઉત્સવ મેળાના સ્થળનું નિરીક્ષણ કરી તેના આયોજકો, વોલેંટીયર્સ, અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા સ્ટાફ મેમ્બર્સ દ્વારા રોકડ રકમ, બેગ, નોટ બુક, લંચ બોક્સ, કપડાં, રમકડાં વગેરે થયેલ ચેરિટિ દ્વારા મુન્શી ટ્રસ્ટ સંચાલિત સ્લમ એરિયામાં ચાલતી ૧૦ બાલવાડીના ૪૮૫ બાળકોને બેગ, સ્લેટ, પેન્સિલ, રબર, માપપટ્ટી, લંચ બોક્સની કીટ એનાયત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં પ્રેક્ષક તરીકે સામાજીક કાર્યકરો, શ્રોતાગણ તેમજ બહારની બાલવાડીના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોમાં ચેરિટિની ભાવના ઉદભવે અને બહારની બાલવાડીના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણને લગતી વસ્તુઓ મળી રહે.

Advertisement

Share

Related posts

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરતી સંસ્થાઓ…

ProudOfGujarat

ભરૂચ : પૂર આવેને પાળ બાંધવા જેવી સ્થિતિ, નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડયા.

ProudOfGujarat

ભરૂચ: ઉમરા ગામે તબેલામાંથી ૧૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જંબુસર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!