ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૪ મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક અધ્યક્ષ એડવોકેટ ફિરદોસબેન મન્સુરીની અધ્યક્ષતામાં બીડીએમએનાં કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ જેમાં ડીઆરડીએના પ્રતિનિધિ પ્રવીણભાઈ વસાવા, કે જે પોલિટેકનિકના પ્રિન્સિપાલ એસ એમ મિસ્ત્રી, ડિઈઓ કચેરીના ક્લ્પેશભાઈ તેમજ બિનસરકારી સભ્યો સર્વશ્રી પ્રીતિબેન દાણી (ઉપાધ્યક્ષ), કે કે રોહીત, ઈન્દીરાબેન રાજ, રશ્મીબેન જોષી, ઝુલ્ફીકાર સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા. નિયામક અને સભ્ય સચિવશ્રી ઝ્યનુલ સૈયદ દ્વારા સહુનું સ્વાગત કરી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.
ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નિયામક દ્વારા પ્રેસન્ટેશન કરી ગત વર્ષમાં પૂર્ણ કરેલ તાલીમ કાર્યક્રમો અને ચાલુ વર્ષમાં થઈ ગયેલ કામગીરી અને લક્ષ્યાંકો વિષે સભ્યોને માહિતી પૂરી પાડી હતી. ડિઆરડીએના ડીએલએમ પ્રવીણભાઈ વસાવા દ્વારા સૂચન કરતા જણાવ્યું કે સંલગ્ન સી એસ આર સંસ્થાઓ તથા લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા તાલીમાર્થીઓના પ્લેસમેન્ટ માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ જેથી વધુમાં વધુ લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ શકે. બેઠકના અંતે નિયામક અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત બોર્ડ મેમ્બરરોને દિવાળી અને નૂતન વર્ષની શુભ કામનાઓ પાઠવી આભાર વિધી કરવામાં આવી હતી.
યાકુબ પટેલ, પાલેજ
જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૪ મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક તથા એક્ઝીક્યુટીવ કમીટીની બેઠક યોજાઈ.
Advertisement