ભરૂચ પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેરના વેપલાને ઝડપી પાડ્યો છે. એક ખેપિયાની પણ ધરપકડ. બુટલેગરે પોલીસને ચકમો આપવા ટેમ્પોની બોડીમાં એક ચોરખાનું બનાવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ચોરખાનું શોધી કાઢી 9368 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટએ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળા તથા ટીમ પાલેજ નજીક નેશનલ હાઇવે 48 ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ” આઇસર ટેમ્પો નંબર GJ 14 7 4214 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ આઇસર ભરુચ તરફથી આવી વડોદરા તરફ જાય છે જે મુજબની ચોક્ક્સ બાતમી આધારે પાલેજ નેશનલ હાઇવે પર કોચ ગોઠવવામાં આવી હતી. આ ટેમ્પોમાં ચોરખાનું હોવાની પણ પોલીસને બાતમી મળી હતી. પોલીસે પાલેજ બ્રિજ નજીક આયસરને ઝડપી પાડી તેમાં તપાસ કરતા ચોરખાનુ શોધી કાઢી 9368 બોટલ વિદેશી દારૂ સાથે મુકેશભાઇ જગાભાઇ રાઠોડ ઉ.વ.૩૮ મુળ રહેવાસી, ડોળીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યો હતો.તેમજ 7 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ટેમ્પોમાં ચોર ખાનું બનાવી વિદેશી શરાબનો જથ્થો લઈ જતા ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પડાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો
Advertisement