ભરૂચના સ્વામી અતુલાનંદજી ઓડીટોરીયમ ખાતે આયોજીત રાજયકક્ષાની ગરબા સ્પર્ધામાં ભરૂચના જૈન સોશ્યલ ગૃપની ટીમ વિજેતા બની હતી. બે વિભાગમાં આયોજીત સ્પર્ધામાં રાજયની વિવિધ શહેરોમાંથી આવેલી ટીમોએ ભાગ લીધો હતો.
ભરૂચમાં જૈન સોશ્યલ ગૃપ ગુજરાત રિજીયન તથા ભરૂચના જૈન સોશ્યલ ગૃપ અને સંગિની ફોરમના સંયુક્ત ઉપક્રમે તથા લુપિન લિમીટેડના સહયોગથી અતુલાનંદ ઓડિટોરિયમ ખાતે રાજયકક્ષાની ગરબા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગુજરાત સમગ્ર ગુજરાત રિજીયનના વિવિધ ગૃપોમાંથી ગૃપ અને વ્યકતિગત એમ બે વિભાગમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.સતત બીજા વર્ષે જૈન સોશ્યલ ગૃપ ભરૂચની ટીમ વિજેતા બની હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લુપિનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ડી .એમ ગાંધી, ગૂજરાત રિજીયન ચેરમેન ચિરાગ ચોકસી ,ઈન્ટરનેશનલ ફેડરેશનના અજીત લાલવાની, લલિત શાહ ,અતુલ ઝામડ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. વિજેતા અને રનર્સઅપ ટીમોને મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં.