ઇનર વ્હિલ ક્લબના ડિસ્ટ્રીક ચેરમેન ડો.તેજલ દેસાઈની વરદ્હસ્તે સામાન્ય વર્ગના લોકોની જનસુવિધા માટે જાહેર સ્થળે આર.ઓ. પ્યોરીફાઇડ વોટર એ.ટી.એમ. મશીન કસક પોલીસ સ્ટેશનમાં પુનમબેન શ્રોફ દ્વારા તેમના માત્રૃશ્રી સુદર્શન જૈનના સ્મણાર્થે તથા નર્મદા એપાર્ટમેન્ટ, કોર્ટ રોડ ઉપર સુધાબેન શાહ દ્વારા તેઓના પુત્ર ભૂમિક શાહના સ્મણાર્થે ડોનેટ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અશક્ત અને જરૂરીયાતમંદોને ડો. મધુકાંત ટેલરના સ્મણાર્થે તેમના પરિવારજનો દ્વારા તથા જાનકીબેન પુરણભાઇ કેવલાણી તરફથી વ્હિલ ચેર- ટ્રાઇસીકલ વિવિધ સેવાકીય સંસ્થાઓને અર્પણ કરવામાં આવી હતી. મુક બધીર સ્કુલ, ભરુચના વિધ્યાર્થિઓ માટે સ્કુલના સંચાલકોને ડિસ્ટ્રીક્ટ ચેરમેન દ્વારા રૂ.૨૧,૦૦૦નો ચેક અર્પણ કરી સ્પે. સ્કુલ કલરવ પર તેમના રચનાત્મક કામો- પ્રવ્રૃતિની પ્રસંશા કરી પ્રશસ્તી પત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરુચના પ્રેસીડેન્ટ ઇલાબેન આહિરે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઇનર વ્હિલ ક્લબ આંતર રાષ્ટ્રીય મહિલાઓ સંચાલિત સંસ્થા છે. જે ભારતમાં દરેક રાજ્ય- જિલ્લાઓમાં માનવતા માટે કાર્યરત છે. જે સામાન્ય વર્ગના લોકો માટે શિક્ષણ-સ્વાસ્થ્ય,જનસુખાકારી- પુર- ધરતીકંપ- કુદરતી હોનારતોમાં સરકારની એજન્સીઓને પુરક થવાનું કાર્ય કરે છે. ઇનર વ્હિલ દ્વારા જિલ્લામાં વિવિધ પ્રકલ્પો દ્વારા સેવાયજ્ઞો ચાલુ કર્યા છે.
વધુમાં તેમણે ઉપસ્થિત લોકોને આહ્વાન કર્યું હતું કે, જ્યા અને જ્યારે જરુર પડે ત્યારે ઇનર વ્હિલ ક્લબનો સંપર્ક કરજો યથાશક્તિ તુરંતજ મદદ કરવામાં આવશે તેની ખાત્રી આપી હતી.
આ પ્રસંગે ડિસેટ્રિક્ટ ચેરમેને પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું.કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ NGO અને ઇનર વ્હીલ ક્લબના પદાધિકારીઓ- મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.