Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના ઇખર ગામમાં ભરૂચ વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકો,વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો.

Share

આમોદ તાલુકાના ઇખર સ્થિત બીબી આપા કોમ્યુનિટી હોલમાં વહોરા પટેલ ચેરીટેબલે ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ ગામોના ધોરણ દસ તેમજ ધોરણ બારમાં ઉત્તમ પરિણામના સહભાગી એવા સમાજના અરીસા સમાન શિક્ષક મિત્રોનો સત્કાર સમારંભ સમાજના પ્રતિષ્ઠિત નિવૃત આચાર્ય અને સમાજના રેહબર એવા ઈકબાલ પટેલ કરમાડવાળાના પ્રમુખ પદે યોજાયો હતો. કાર્યક્રમની શરૂવાત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી ત્યાર બાદ પ્રસંગો ને અનુરૂપ વિવિધ હોદ્દેદારોએ પોતાના પ્રવચન રાજુ કર્યા ખાસ કરી ને બેસ્ટ મોટિવેટર શાહનાવાઝખાણ એ પોતાના વક્તવ્ય માં આજના સમાજને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો જ્યાં સુધી સમાજ સુશિક્ષિત નહિ થાય ત્યાં સુધી પ્રગતિ થઈ શકશે નહીં એમ તેઓએ જણાવ્યું હતું. આપણા જીવનમાં શિક્ષણ શ્રેષ્ઠ છે, શિક્ષણ વિના માનવી અધૂરો છે. એમ જણાવ્યું હતું
સાથે સાથે સમારંભના અધ્યક્ષ ઈકબાલ ભાઈ એ એક એક ઉદાહરણો આપી ને શિક્ષિત બનવા પર ભાર મુક્યો હતો અંતમાં ઈકબાલભાઈ પાદરવાલા,દેરોલ. વણ ખેડાયલા જયુડીશયલ ક્ષેત્ર તરફ ધ્યાન કેન્દ્રિત કરી સારા વકીલો, ન્યાયાધીશો ડીસ્ટ્રીક લેવલથી હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ સુધી પહોંચવા આહવાન કર્યુ હતુ.

સમારંભના મુખ્ય અતિથિ તરીકે ઇખરના સમાજ સેવક એવા હાજી ઉસ્માન ભાઈ હાજર રહ્યા આયોજિત સમારંભમાં આજુબાજુના ગામના સમાજના જવાબદાર આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિયો ઉપસ્થિત રહ્યા હતા.

મંચ પર ઉપસ્થિત ઝાકીર ભાઈ ઉમતા ટંકારીયા હાજી ઉસ્માન ભાઈ મીડી ઇખર મોહમ્મદ સેવા પટેલ ઇખર યુસુફ અહેમદ ચેપલિન ઇખર હુસેન સાલેહ સાંસરોદ, માસ્ટર સઇદ કંબોલી ઈકબાલ ભાઈ પાદરવાલા દેરોલ પ્રેસિડેન્ટ વહોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ શહેબાઝખાન મોટીવેટર ઈકબાલ પટેલ કરમાડ વાલા સાથે સાથે અન્ય ગામના આગેવાનો અબ્દુલ ભાઈ ટેલર ટંકારીયા, ઈલ્યાસભાઈ સરનાર, નુરમહમદ માસ્તર વોરા સમની, ઇશાક ભાઈ મનકી ટંકારીયા સાજીદ ભાઈ યાકુબ પટેલ પ્રિન્સિપાલ વલણ હાઈ સ્કૂલ વલણ અહમદભાઈ સવાયા વલણ યાકુબ યુસુફ સેલાર વલણ પ્રેસિંડેન્ટ સેગવા હાઈ સ્કૂલ સેગવા વરેડીયા ગામના જિમ્મેદારો હાજર રહ્યા હતા. અને કાર્યક્રમ સફર બનાવવા બદલ સર મોર્ડર્ન સ્કૂલ ઇખર ની બાળાઓ એ સુંદર ગીત રજુ કરી શ્રોતાજનોને મંત્રમુઘઢ કરી દીધા હતા તેમજ સર મોડર્ન સ્કૂલ ની શિક્ષિકાઓ રેશ્માબેન પટેલ અને અફસાનાબેન પટેલ દ્વારા સુંદર એન્કરિંગ કરીને પ્રસંગ ને દીપાવી દીધો હતો તેમજ સર અહમદ મોડર્ન શાળાના શિક્ષકો, એમ એમ હાઈ સ્કૂલ ઇખરના શિક્ષકો એ હાજરી આપી ભાગીદારી આપવા બદલ મુબારકબાદી આપી હતી તથા પ્રોગ્રેસીવ વેલ્ફર ટ્રસ્ટ ઇખર ના મુખ્ય ટ્રસ્ટી ડૉક્ટર યુનુસ ભાઈ તલાટી એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી સફળ બનાવ્યો હતો કાર્યક્રમ બાદ ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું…
યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એક વખત પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં વહેતા જીપીસીબી દ્વારા તપાસ કરાઇ

ProudOfGujarat

જીતાલી ગામનાં વિવાદસ્પદ કોમ્પ્લેક્સ સામે તપાસની તવાઈ…..

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા લોકજનશક્તિ પાર્ટીનાં ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ પરમારની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!