Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર ખાતે આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુષ મેળો યોજાયો.

Share

આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને આરસીસી ભરૂચના સહયોગથી આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુર્વેદ ફોર વન હેલ્થ અને હર દિન હર કિસિ કે લિયે આયુર્વેદ અંતર્ગત ભરૂચ મુકામે સ્વામીનારાયણ મંદીર દાંડિયા બજાર મુકામે આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબ જ મહત્વ છે ત્યારે વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે, અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે, જે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે.આવા સમયે આયુર્વેદ એ ખૂબ જ અસરકારક અને હાની રહિત ઉપચાર બની રહે છે. આપણા ગ્રંથોમાં પણ આયુર્વેદનું મહત્વ દર્શાવાયું છે. ત્યારે સરકારના સહયોગથી યોજાયેલા આયુષ મેળા એ સમાજને ખૂબ ઉપયોગી બની રહે છે.

‘દરરોજ દરેક માટે આયુર્વેદ’ ના સ્લોગન સાથે શરૂ થયેલા આયુષ મેળામાં નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી, પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન, બીપી સુગર ચેકઅપ, વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા, વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન જેવા પ્રદર્શન અને સુવર્ણપ્રાસનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૧૧૭ લોકોએ નિદાન પરિક્ષણ કરાવ્યુ હતુ. આશરે ૯૦૦ થી વધારે લોકોએ આયુષ મેળાના પ્રદર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ૮૫૦ ઉકાળા પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ ઉપસ્થિત રહી હાજર સૌને આયુર્વેદનું મહત્વ અને તેની ઉપયોગીતા અંગે વાકેફ કર્યા હતા. તેમણે આ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘આપણા વેદોમાં આયુર્વેદનું મહત્વ અને ઉપચારો દર્શાવ્યા છે. વિશ્વ આખું આજે ભારતના આયુર્વેદમાં વિશ્વાસ કરતું થયું છે ત્યારે આપણે એલોપેથિક પર જીવી રહ્યા છીએ અને આયુર્વેદને નકારી રહ્યા છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આપણા ત્યાં એવી ગ્રંથિ છે કે સસ્તુ અને સરળતાથી મળી રહે તેની કિંમત ન હોય! એટલેજ કદાચ આજે આયુર્વેદની કિંમત વિસરાઈ રહી છે. આપણા વડીલો અને પૂર્વજો જે આયુર્વેદની વાત કરતા તેને આપણે સ્વીકારી નુકસાનકારક એલોપેથીકથી છુટકારો મેળવવાનો છે.

Advertisement

આ વેળાએ ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિની ચેરમેન અનિલભાઈ વસાવા તથા ધાર્મિક સંસ્થાના વડા, નગરપાલીકાના સભ્યો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સાક્ષર નગરી નડિયાદમાં ‘TECH FAIR-2022’ ઉજવાયો.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

ProudOfGujarat

નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી : મહારાષ્ટ્રથી આવેલ યુવકનો કોરોના પોઝીટીવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!