Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજ પોલીસનું ભેદી મૌન તૂટ્યું, ભરૂચ દહેજ પોલીસે ભંગારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપી પાડયુ

Share

અંકલેશ્વર તાલુકામાં દારૂના ગોડાઉન બનાવી દક્ષિણ ગુજરાતમાં દારૂનો વેપલો ચલાવવાના રેકેટ પર અંકલેશ્વર પોલીસે સપાટો બોલાવી કોમ્બિંગ અને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઝડપી પાડવાની કાર્યવાહી બાદ લિકર માફિયાઓ અંકલેશ્વર છોડી પલાયન થયા છે.

ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરી એકવાર ભરૂચ પોલીસે પાણી ફેરવી દીધું છે. દહેજમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા દારૂના નેટવર્ક દહેજ પોલીસે દરોડો પાડી 350 પેટી દારૂના જથ્થાને ઝડપી પડ્યો છે. મામલે હિસ્ટ્રીશીટર કુખ્યાત બુટલેગર તિલક પટેલ સહીત 8 લોકો સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો છે. આ બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની પણ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

પોલીસ સૂત્રો અનુસાર નારાયણ નામના ભંગારના વેપારીના ગોડાઉનમાં દારૂનું ગોડાઉન ઉભું કરાયું હતું. જોકે નારાયણે રેન્ટ એગ્રીમેન્ટ પોલીસને બતાવી મામલાથી દૂર રહેવા પ્રયાસ કર્યો છે. તેની સંડોવણી અંગે હજુ પોલીસે ચોપડે નામ ચઢાવ્યું નથી પણ મામલો તપાસ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ..

ProudOfGujarat

ભરૂચ : કબીરવડ હોડીઘાટ કૌભાંડ અંગે તંત્રની જવાબદારી પણ ખરી…!! જાણો કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!