Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ હાઇવે પર ત્રણ ગઠિયાઅો ડ્રાઇવરને મારી રોકડ-કાર લૂંટી ગયાં

Share

 

ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલાં અેક ટવેરા કારના ચાલકને કારમાં વાપીથી મુસાફર તરીકે બેસેલાં ત્રણ યુવાનોઅે માર મારી રોકડા રૂપિયા 25 હજાર તેમજ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, યુપીના બદાયુ ખાતે રહેતો ઉસ્માન ગફુર ગાજી તેના માલિકની ટવેરા કાર લઇને બદાયુથી મેન્થોલ કેમિકલના ડબ્બા ભરીને અંક્લેશ્વર, પાનોલી જીઅાઇડીસી તેમજ દમણ ખાતે અલગ અલગ સ્થળે ડિલીવરી અાપવા માટે રવાના થયો હતો. સામાનની ડિલીવરી કર્યાં બાદ તે દમણથી બદાયુ પરત જવા માટે નિકળતાં રસ્તામાં વાપી પાસે તેને ત્રણ યુવાનો મળ્યાં હતાં. જેઅોઅે તેમને વડોદરા જવાનું જણાવતાં તેમને મુસાફર તરીકે તેણે કારમાં બેસાડ્યાં હતાં. દરમિયાન ભરૂચમાં નર્મદાબ્રીજ પસાર કર્યાં બાદ બે બ્રીજ પુરા કરી અાગળ જતાં ત્રણેય શખ્સોઅે તેેન કાર ઉભી રાખવા જણાવ્યું હતું.

તેણે કાર રોકતાં ત્રણેયે તેના પર હૂમલો કરી તેને માર મારી તેની પાસેના રોકડા રૂપિયા 25 હજાર તેમજ કારની લૂંટ ચલાવી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે તેણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.સૌજન્ય


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં ધારોલી વિભાગમાં નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ…

ProudOfGujarat

વાપીમાં મોબાઇલ સ્નેચિંગ કરતા ધો.11નો વિદ્યાર્થી ઝડપાયો, બાઈકચાલક નાસી છૂટ્યો

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના જુદા જુદા ગામોના પસંદગીના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!