પુણ્ય સલિલા માં નર્મદા અને ભૃગુઋષિની પવન ભૂમિ ભરૂચમાં ગુરુ – શિષ્યાના પવિત્ર સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી શાળાના શિક્ષકે આ પવિત્ર સંબંધને કલંકિત કર્યા છે. માત્ર 12 વર્ષની બાળકી ઉપર દાનત બગાડનાર શિક્ષકની ભરૂચ શહેર સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એચ બી ગોહિલે ધરપકડ કરી લોકઅપ ભેગો કરી દીધો છે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ બી ગોહિલના જણાવ્યા અનુસાર ગત તા.૨૩/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે 12 વર્ષની બાળકીના માતા -પિતા બહાર ગયા હતા ત્યારે બાળકી ઘરે એકલી હતી. આ બાબતની જાણ સગીર બાળકીનો ડાન્સ ટીચરને થતા બાળકીની એકલતાનો લાભ લઇ તે બાળકીના ઘરે પહોંચ્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ વિભાગીય પોલીસ વડા ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ એચ.બી.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે લંપટ શિક્ષકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
શિક્ષક ધ્રુવિલબાલુભાઈ પટેલના મોબાઇલમાં વૈજ્ઞાનિક ઢબે વધુ તપાસ કરતા અન્ય સગીર બાળકીઓના પણ ફોટોગ્રાફ મળી આવેલ છે. આરોપીનો મોબાઇલ કબ્જે લઇ તપાસણી અર્થે ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરેલ છે. આ આરોપીએ અન્ય કોઇ બાળકીને પોતાની જાળમાં ફસાવેલ છે કે કેમ ? તે દિશામાં વધુ તપાસ પોલીસ ઇન્સપેક્ટર ભરૂચ શહેર “સી” ડીવીઝનનાઓ ચલાવી રહ્યા છે.
ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહીલ, પો.સ.ઇ.પી.જે.સાંળુકે તથા એ.એસ.આઇ. શૈલેષભાઇ ગોરધનભાઇ તથા પો.કો. રાજદીપસિંહ વીરમદેવસિંહ, પો.કો.ધવલસિંહ લાલજીભાઇ પો.કો. વનરજભાઇ ભીમસિંહભાઇ ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ની ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.