ભરૂચ સ્થિત મુન્શી(મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત પોલીસ, ભરુચના સંયુકત ઉપક્રમે મુન્શી વિદ્યાધામમાં ભરુચ જીલ્લા ટ્રાફીક વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં એલ.આઇ,બી, ભરુચ ડિસ્ટ્રિક્ટના પોલીસ ઈન્સ્પેકટર એમ.બી. તોમર તથા જીલ્લા ટ્રાફીક ભરુચના પી એસ.આઇ. એન.આર. પાથર ઉપસ્થિત રહ્યા હતા. તથા મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલેહ ખાન સાહેબ, મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ અને કારોબારી સભ્ય સલીમભાઈ અમદાવાદી તથા એમ.એમ.એમ.સી.ટી.ના સી.ઇ.ઓ. સુહેલ દુકાનદાર હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત આઇ.ટી.આઇ. ના આચાર્ય શ્રી આરીફ સાહેબે કર્યું હતું.
પ્રસંગને અનુરૂપ ઉદબોધન મુન્શી ટ્રસ્ટના કારોબારી સભ્ય સલીમભાઈ અમદાવાદીએ કર્યું હતું. મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મુન્શી આઇ.ટી.આઇ.ના આશરે 200 જેટલા તાલીમાર્થીઓ અને મહમ્મદપુરા આઇ.ટી.આઇ.ની 50 જેટલી તાલીમાર્થીઓને એલ.આઇ.બી.ના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.બી. તોમરે ટ્રાફીકની જાગૃતતા, ટ્રાફીકના નિયમોની સચોટ સમજ આપી હતી.
તેમણે પોતાના વક્તવ્યમાં ડ્રાઇવિંગ સમયે મોબાઇલ ન વાપરવો જોઇયે, ગાડીને ઓછી સ્પીડે ચલાવવી જોઇયે, નશાની હાલતમાં ગાડી ન ચલાવવી જોઇયે, વિદ્યાર્થીઓએ રોડ પર સ્ટંટ ન કરવા જોઇયે, ગાડી ચલાવતી વખતે ટ્રાફીકના ચિહોને ધ્યાનમાં લેવા જોઇયે, ગાડીની પાછળ રેડિયમ પી લગાડવી જોઇયે. સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ તથા જુદી-જુદી હેલ્પલાઇન નંબરો વિષે જાણકારી આપી હતી. ડ્રાઇવિંગમાં હરીફાઈ ન કરવી અને ફરજિયાત હેલ્મેટ પહેરીને ડ્રાઇવિંગ કરવું જોઇયે તેવા સૂચનો આપી દરેક વિદ્યાર્થીને ટ્રાફીક અંગેનો પ્રતિજ્ઞા લેવડાવ્યો હતો. તથા દરેક વિદ્યાર્થીને ટ્રાફીકની જાગૃતતા વિષેના વિડિયો અને પી.પી.ટી. બતાવી ટ્રાફીક અવેરનેસ વિષેની માહિતી આપી હતી. પ્રોગ્રામના અંતમાં મુન્શી ટ્રસ્ટી યુનુસભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું…
યાકુબ પટેલ, પાલેજ