Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના સેગવા સ્થિત કાજી મહેમુદ દરિયાઈ દુલ્હાના ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ.

Share

ભરૂચ તાલુકાના સેગવા સ્થિત હજરત કાજી દરિયાઇ મહેમુદ દુલ્હાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ગાદીનશીન સૈયદ જમાલ બાવા, ઝુબેર બાવા, જિયાઉદ્દીન બાવા, પાલેજ સ્થિત ચિશ્તીયા નગરના સૈયદ મોઇનુદ્દીન ફરિદુદ્દીન પીરઝાદાના હસ્તે સંપન્ન કરાઇ હતી.

રાત્રિના શમા એ મહેફિલનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મશહૂર કવ્વાલ અનીસ રઇસ સાબરી એ શમાં એ મેહફીલમાં સૂફી સંતોની હાજરીમાં કવ્વાલીઓ રજુ કરી હાજરજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા. અંતમાં સલાતો સલામના પઠન અને દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આયોજિત કાર્યક્રમમાં સેગવા ગામના પુર્વ સરપંચ ગુલામભાઈ નાથા, પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મલંગખાન પઠાણ, ભેસલી ગામના સરપંચ ઈમ્તિયાઝ ભાઈ, પુર્વ સરપંચ સાદીક ભાઈ સહિત જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યાં હતા. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનો સેગવા દરિયાઇ કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ

ProudOfGujarat

પ્રખ્યાત કવિ કેદારનાથ સિંહે ડૉ. સાગરની કવિતાઓ પર શું કહ્યું…જાણો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે લોક ડાઉનનાં ૬૫ માં દિવસે પાનનાં ગલ્લા અને દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવતા પાન મસાલાનાં શોખીનો ગલ્લા ઉપર ઉમટયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!