પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 26/10/2023 ના રોજ નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે વી.આર ઇન્ફ્રા, પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નેત્રંગ – વાલિયા રીજીયનલ વોટર સપ્લાય સ્કીમ કરજણ ગ્રુપનું મોવી ગામ ખાતે આવેલ પંપ રૂમના કમ્પાઉન્ડ આગળ કંપનીનું JCB 3DX મશીન નંબર Gj 06 JF 2970 નું પાર્ક કરી મુકેલ જે JCB 3DX મશીનની ચોરી થઇ હોવાની ફરિયાદ નેત્રંગ પોલીસ નેત્રંગ પોલીસ મથકે નોંધાઈ હતી
જે ફરિયાદના આધારે નેત્રંગ પોલીસ વિભાગની ટિમો દ્વારા વિવિધ રસ્તાઓના સીસીટીવી ફૂટેજ ચકાસી જોતા ચોરી થયેલ JCB છોટા ઉદેપુર રોડથી કંવાટ તરફ ગયેલ હોવાનું માલુમ પડ્યું હતું, જે બાદ પોલીસે નાકા બંધી કરી ચોરીમાં ગયેલ જેસીબી ના ઓપરેટરની પૂછપરછ આજથી ત્રણ એક વર્ષે પહેલા કંવાટ ખાતે ઓપરેટર તરીકે કામ કરેલ તે વખતે કંવાટ ખાતે વેલ્ડિંગનું કામ કરતા વનરાજભાઈ રાઠવા નાઓ સાથે તેની મિત્રતા તેઓએ અન્ય એક ઈસમની મદદથી JCB ની ચોરી કરી તેઓ મશીનના સ્પેર પાર્ટ અલગ અલગ કરી વેચાણ કરવાનું નક્કી કર્યું હતું, જે બાદ ચોરી કરેલ Jcb ને કંવાટ ખાતેના વનરાજ ભાઈ રાઠવાને ત્યાં પહોંચાડી ત્યારબાદ વજેપુર ગામના જંગલમાં રાખેલ હોવાનું સામે આવ્યું હતું.
નેત્રંગ પોલીસે મામલે અફઝલ હુશેન રસુલમિયા હુશેન અંસારી રહે, નેત્રંગ ગાંધી બજાર ભરૂચ ની ધરપકડ કરી મામલે JCB મશીન સહિત કુલ 31,82,500 નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.