ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર બાઇક ઉપર સ્ટંટ કરતા વાયરલ થયેલ વીડીયો આધારે સ્ટંટ કરનાર ઇસમને ગણતરીના કલાકમાં ઝડપી પાડતી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ.
તાજેતરમાં સોશયલ મીડીયામાં નર્મદા મૈયા બ્રીજ ઉપર એક ઇસમ કે.ટી.એમ બાઇક લઇ પુર ઝડપે અને બેફીકરાઇથી હંકારી અને પોતે પોતાની તથા બીજાઓની જીંદગી જોખમમાં મુકાય તે રીતે સ્ટંટ કરી વીડીયો બનાવેલ હોય જે વીડીયો વાયરલ થયેલ હોય જે અનુસંધાને ખાનગી વિશ્વાસુ બાતમીદારો મારફતે તેમજ ટેકનીકલ એનાલીસીસ મારફતે સદર સ્ટંટ કરનાર ઇસમ અરશદ ઉસ્માન હાફેજી સુલેમાન પટેલ ઉ.વ.૩૨ રહે.ચકલા સ્ટ્રીટ કરમાડ ગામ તા.જી.ભરૂચ નાને સ્ટંટમાં ઉપયોગમાં લીધેલ કે.ટી.એમ. ડ્યુક મોટર સાયકલ રજી નંબર- GJ-19-AK-2303 ની સાથે પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. જે બાદ સ્ટંટમેનને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેની જામીન અરજી ના મંજુર કરી તેને ભરૂચ સબજેલમાં મોકલી આપ્યો હતો.