ભરૂચ શહેરી વિસ્તારમાંથી આવતો કચરો તાલુકાના થામ ગામ નજીકમાં એક ખેતરમાં તંત્ર દ્વારા ઠાલાવવામાં આવે છે, ભરૂચ નગરપાલિકા દ્વારા ખાનગી ખેતરને ભાડે લઈ છેલ્લા કેટલાય સમયથી અહીંયા દુર્ગંધ મારતો કચરો થાલાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા આસપાસ વસ્તા લોકોની હાલત બદ્દતર બની છે.
સ્થાનિક આગેવાનું કહેવું છે કે જ્યારથી નગર પાલિકા દ્વારા આ સ્થળે ડમ્પીંગ સાઇડનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી આસપાસ આવેલા થામ, વ્હાલું, કરમાડ સહિતના ગામોમાં દુર્ગંધ ફેલાય છે સાથે સાથે આજુબાજુના ખેતરોમાં પણ આ ડમ્પિંગ સાઇડની અસરના કારણે ખેડૂતોના પાકને નુકશાની થઈ રહી છે.
આજરોજ ડમ્પીંગ સાઇડની આસપાસ વસતાં ગ્રામજનો તેમજ આગેવાનોએ થામ ગામ ખાતે ડમ્પિંગ સાઇડના સ્થળે ઉપસ્થિત રહી તંત્ર સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે આ ડમ્પીંગ સાઇડને દૂર કરવાની માંગ સાથે વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાર્યવાહીની માંગ કરી GPCB માં આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.