Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન પધ્ધતિ ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત મહિલા લાભાર્થીને કુટુંબ નિયોજન અર્થે ગાઈડલાઈન પ્રમાણે ઈન્જેકશન અંતરા ઈન્ટ્રા મસ્કયુલર આપવામાં આવે છે. જે હવે ફેઝ-૧ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએથી પસંદગી પામેલા ૧૦ રાજયો પૈકી ગુજરાતમાં કચ્છ અને ભરૂચ જિલ્લામાં સબક્યુટેનીયસ પણ આપવામાં આવશે.

જેના ભાગરૂપે આજરોજ ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનું જિલ્લા કક્ષાનું ઉદ્દધાટન મેડિકલ કોલેજ, ભરૂચ ખાતે વિભાગીય નાયબ નિયામક વડોદરા ડૉ. ગાંધીના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ પાંચ મહિલા લાભાર્થીઓને ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનો પ્રથમ ડોઝ આપીને શરૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ ભરૂચ જિલ્લામાં મેડિકલ કોલેજ, સામૂહીક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થવા અને સબ સેન્ટર નેત્રંગ ૩ ના વિસ્તારમાં જ ઉક્ત ઈન્જેકશન અંતરા(SC) સબક્યુટેનીયસનો લાભ આપવાનો છે. ત્યારબાદ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અન્ય વિસ્તારને આવરી લેવામાં આવશે.

Advertisement

આ વેળાએ કલીનીકલ સર્વીસ એન્ડ ટ્રેનિંગ ફેમીલી પ્લાનીંગના લીડ ડૉ સુનિતા સિંગલ, સીનીયર પ્રોગ્રામ ઓફિસર ડૉ આકાશ શીંદે અને કિરૂબા મનીવસગમ (USAID MCGL India Yash of Jhpiego) સીડીએચઓ ડો .જે એસ દુલેરા, એડીએચઓ ડૉ મુનીરા શુકલા, સુપ્રિટેન્ડેન્ટ ડૉ.બંસલ અને ગાયનોકોલોજીસ્ટ ડૉ નેહા મેડીકલ કોલેજ, ડૉ ઉપાધ્યાય સિવિલ સર્જન તેમજ મેડીકલ સ્ટાફ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

ProudOfGujarat

બિપરજોયની અસર – ભરૂચમાં વરસાદની તોફાની એન્ટ્રી, વાદળો વરસ્યા બાદ સૂર્યદેવના દર્શન યથાવત

ProudOfGujarat

આમોદનાં સમનીમાં એક પરપ્રાંતીય મહિલાની સેવા કરે છે પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!