ભરૂચ જિલ્લાની જેલોમાં બિન અધિકૃત તસ્કરી ન થાય માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમો દ્વારા ભરૂચ જીલ્લા જેલ અને અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસની વિવિધ ટિમો દ્વારા ધરવામાં આવેલ ચેકીંગમાં સબજેલ ખાતે વર્ષે 2017 થી હંસોટ પોલીસ મથકની હદ વિસ્તારમાં મર્ડરના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા સલીમ નશરુદ્દીન રાજ રહે, જુમ્મા મસ્જિદ પાસે ભરૂચ નાઓની પાસેથી બિન અધિકૃત રીતે રાખવામાં આવેલ એપ્પલ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
Advertisement
પોલીસે મોબાઈલ ફોનનો કબ્જો લઈ મામલે આરોપી સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.