Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે ગિરનાર કાઠિયાવાડી હોટલનું સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલી નવ નિર્મિત ગીરનાર કાઠિયાવાડી હોટલનું ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખભાઇ વસાવાએ રીબીન કાપી હોટલ ખુલ્લી મૂકી હતી. ત્યારબાદ હોટલમાં શાસ્ત્રોક્ત વિધિમાં પણ જોડ્યા હતા. સાથે સાથે તેઓએ દશેરાના પાવન પર્વ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

હોટલ નિરંતર પ્રગતિના સોપાન સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ગીરનાર કાઠિયાવાડી હોટલના સંચાલક જયેશ કાઠિયાવાડીને પણ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચના પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, કરજણ – શિનોર – પોરના ધારાસભ્ય અક્ષય પટેલ, સલીમ વકીલ સહિત ભાજપના પદાધિકારીઓ કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ પાલેજ

Advertisement

Share

Related posts

ગૃહ પ્રધાનની સતર્કતા અને સબજેલમાં સફળતા, ભરૂચ સબજેલ કે કોલ સેન્ટર..? મોબાઈલથી લઈ હજારોની રોકડ ઝડપાઈ, અપરાધીઓના કારનામા અંદર પણ ગુંજ્યા…

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ

ProudOfGujarat

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે સ્ટાર પ્રચારકો આવે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!