ભરૂચના કાલીતલાવડી વિસ્તારમાં અાવેલાં કલેક્ટરના બંગલાની પાછળના ભાગેથી રાત્રીના સમયે ત્રણ તસ્કરોઅે અેક ચંદનનું વૃક્ષ કાપી ફરાર થઇ ગયાં હતાં. અવાજ થતાં સંકુલમાં રહેતાં માળીઅે ત્રણ તસ્કરોને જોઇને બુમરાણ મચાવતાં બાજુમાં અાવેલાં અેસપીના બંગલાના ગાર્ડસ તસ્કરોને પકડવા દોડ્યાં હતાં. પરંતુ તસ્કરો નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના કાલીતલાવડી વિસ્તારમાં અાવેલાં કલેક્ટરના બંગલાના પાછળના ભાગે અાવેલાં વાડામાં રાત્રીના સમયે તસ્કરોઅે ચંદનનું વૃક્ષ કાપી ચોરી કરી હતી. જે સંદર્ભમાં કલેક્ટરના બંગલામાં માળીકામ કરતાં પરેશ બામણિયાઅે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે રાત્રીના સમયે તેના રૂમમાં સુઇ રહ્યો હતો.
ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસામાં કોઇ વસ્તુ નાંખવાનો અવાજ અાવતાં તે જાગી ઉઠ્યો હતો. તેણે તુરંત તે દિશામાં જઇને જોતાં ત્રણેક માણસો ઉભેલાં જણાતાં તેમણે નજીકમાં અાવેલાં અેસપીના બંગલો પર ફરજ બજાવતાં પોલીસ ગાર્ડસને બુમરાણ મચાવતાં ત્રણેય શખ્સો ચંદનના લાંબા લાકડાનો તુકડો ઉચકીને તેઅો ઉતાવળા ફાયરિંગ બટ સંજયવનની ઝાડીઅો તરફ ભાગી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં તેમના કંપાઉન્ડમાં વચલા ગેટ પાસેનું ચંદનનું વૃક્ષ કાપી ગયાંનું જણાયું હતું. સ્થળ પર કપાયેલાં થડ પાસે અેક હેક્સો બ્લેડની પટ્ટી પણ મળી અાવ હતી. બનાવના પગલે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે..સૌજન્ય