ભરૂચ જિલ્લામાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં આવેલ પાર્ટી પ્લોટ હોય કે સોસાયટી વિસ્તાર તમામ જગ્યાએ આઠમના નોરતાની ગુંજ જામી છે, ઠેક ઠેકાને ગરબા મહોત્સવનું આયોજન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે.
આઠમના રોજ ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર ખાટેનું કવિઠા ધામ 2 સોસાયટી ખાતેના રહીશો એ મન મુકી માતાકજીના ગરબે ઘુમી ભક્તિ ભાવપૂર્વક મહા આરતીનું આયોજન કર્યું હતુ,પાર્ટી પ્લોટને શરમાવે તેવા શેરી ગરબા સોસાયટીમાં જ ઉપલબ્ધ કરી જિલ્લાની જનતાને અનેરો સંદેશો પુરુ પાડ્યો હતો.
Advertisement