ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામે સામાન્ય ઝઘડામાં બોલાચાલી બાદ સમાધાન થયું હતું અને બીજા દિવસે પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલાખોરોએ ઈકકો ગાડીમાં ધસી આવી ગામના બાંકડા ઉપર બેઠેલા લોકો ઉપર જીવલેણ હુમલો કરતા 3 લોકોના માથા ફૂટી જતા લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાના પ્રયાસ અને રાઇટીંગનો ગુનો દાખલ કર્યો છે.
દહેજ પોલીસે જોલવા ગામે ધીંગાણું થયું હોવાની જાણ થતા જ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસ મથકના પીઆઇ પ્રદીપસિંહ વાઘેલા સહિત પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની કવાયત કરી હતી જેમાં ઇજાગ્રસ્ત મોહમ્મદ આરીફ મુનાવર હુસેન સૈયદએ નિવેદન આપ્યું હતું જેણે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જોલવા ગામે પાદર પાસે આવેલા બાંકડા ઉપર હું તથા અમારા ગામના ઈલિયાસભાઈ પટેલ અને નટવરભાઈ પ્રજાપતિ તથા મહેન્દ્રસિંહ ડોડીયા ભોપતસિહ પરમાર ભીમા પ્રજાપતિ તથા જુબેર પટેલનાઓ બેઠા હતા અને તે વખતે જ ઇલિયાસ પટેલના કહેવાથી 20મી ઓક્ટોબરે સામાન્ય ઝઘડાનું સમાધાન કરાવેલ તે વાતને લઈને ગામના સુલેમાન મુસા પટેલના કહેવાથી સફિક તથા મહંમદ સિંધીના માણસો ઐયુબ સિંધી તથા બીજા ત્રણેક માણસોએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રચી ડાંગો લાકડીઓ લઈ આવી ઈકો ગાડીમાંથી ઉતરી બાંકડા ઉપર બેસેલા લોકો ઉપર ગંભીર પ્રકારનો જીવલેણ હુમલો કરી લોહી લુહાણ કર્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય લોકોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જ્યાં પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઈ કોંગ્રેસ અગ્રણી સુલેમાન મુસા પટેલ સહિત અન્ય હુમલાખોરો સામે હત્યાનો પ્રયાસ તથા મંડળી બનાવી હુમલો કરવા અંગે રાયોટીંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.