CCI-ICAR Cotton BMPs Extension project અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તુણા ગામ ખાતે કપાસ ઉગાડતા ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે ખેડૂત કાર્યશાળાનું આયોજન પ્રાદેશિક કપાસ સંસોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્નારા કુલપતિ ડૉ. ઝેડ.પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગયો.
આ ખેડૂત કાર્યશાળા ખાતે દક્ષિણ ગુજરાતની કૃષિ અને તેની લાક્ષિકતા ધરાવતું અને ધન-ધાન્યનું મહત્વ દર્શાવતું યુનિવર્સિટી ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્ત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકી મંચસ્ત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
સંસોધક વૈજ્ઞાનિક કપાસ અને સી.સી.પી.આઈ મુખ્ય કપાસ સંસોધન કેન્દ્રના ડૉ. એમ.સી.પટેલ દ્રારા સી. સી. સી. આઈની કામગીરીથી ખેડૂતોને માહિતગાર કર્યો હતા. સી. સી. આઇ. દ્નારા કરવામાં આવતા કાર્યોની વિગતે માહિતી આપી હતી. યોગ્ય ભાવ મેળવવા સી.સી.આઈ. સેન્ટરો પર ખેતપેદાશ આપવાં ખેડૂતોને ભલામણ કરી હતી. ખેડૂતોને યુનિવર્સિટી દ્રારા આપવામાં આવતા પ્રોજેક્ટનો લાભ લેવા અનુરોધ કરી હાઈડેન્સિટી પ્લાન્ટીંગ અને દ્વીપ ઇરીગેશન પદ્ધતિ પ્રોજેક્ટનો માટેની વિવિધ ભલામણોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કપાસની ભલામણ થયેલ નવીન જાતોનું ફોલ્ડર ઝેડ.પી.પટેલ અને મંચસ્ત મહાનુભાવો દ્વારા વિમોચન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
CCI અને કૃષિ યુનિવર્સિટી સાંકળાગાળે વાવેતર પધ્ધતી અને ટપક સિંચાઈ પદ્ધતિ એટલે (હાઈડેન્સિટી પ્લાન્ટીંગ અને દ્વીપ ઇરીગેશન પદ્ધતિ) નાપાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત લાભ લીધેલા અગ્રગણ્ય ખેડૂતોએ તેના લાભ અને તેનાથી પોતાની ખેતીમાં થયેલા ફેરફારો વિશે પોતાના અનુભવો આપ્યા હતા.
આ પ્રસંગે, ડૉ. ઝેડ પી.પટેલે અગ્રગણ્ય ખેડૂતો સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત વિવિધ પાકોની ઉત્પાદકતામાં મોખરે છે. સાંકળાગાળે વાવેતર પધ્ધતી અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવું જોઈએ. જમીનનો ભરપૂર ઉપયોગ કરવો હોય તો સાંકળા ગાળાની ખેતી પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. પર્યાવરણમાં હવે ટુંકા ગાળામાં જ બદલાવ આવી રહ્યો છે ત્યારે પરંપરાગત ખેતી સાથે ફળપાક અને સફેદચંદન, રબર વગેરેની જેવી અલગ પ્રકારની ખેતી પર ભાર મૂકી નવા પાક અને સંશોધન વિશે માર્ગદર્શન આપ્યું હતું. સરકાર હવે આવનારા સમયની માંગ પ્રમાણે કેવા ક્રોપ ( પાકો ) બજારમાં ચાલી શકે એ માટે પ્રયાસરત બની છે.
પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા કહ્યું કે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા, નવું શીખવા અને જાણવા તેની તાંત્રિક માહિતી મેળવવાં યુનિવસિર્ટીના વૈજ્ઞાનિકોનો કોન્ટેક્ટ રાખવો જોઈએ. તમામ વિભાગમાં ચાલતી કામગીરીની માહીતી લઈ તેનું નિદર્શન કરી વિનિયોગ ખેતીમાં કરવું જોઈએ.
વધુમાં કહ્યું હતું, કપાસ, શેરડી, તુવર, કોઈ પણ પાક માટે ખેડૂત ડાયરી બનાવી ઇનપુટ ખર્ચનો હિસાબ પણ રાખવો જરૂરી છે. જેનાથી અંદાજો લગાવી શકાય અને ખર્ચ પર અંકુશ મૂકી શકાય છે. આવનારી પેઢીને પુસ્તકના જ્ઞાન સાથે ખેતીનુ જ્ઞાન પણ આપવું જોઈએ. ખેતી પ્રત્યે સુગ ધરાવતાં યુવાનોએ ખેતી સાથે વણાયેલાં ધંધા- રોજગાર કરી ખેડૂતો સાથે દેશને મદદરૂપ થઈ શકે છે. ભારતમાં મોટા ભાગના ધંધા- રોજગાર ખેતી સાથે સંળાયેલા છે એટલે જ ધંધો અને ખેતી એકબીજાના પર્યાય છે. અંતે, તુણા ગામનાં ખેડૂતોના કપાસના પ્લોટના ખેતરોની મુલાકાત લઈ વૈજ્ઞાનિકોએ જરૂરી સલાહ સૂચનો કર્યા હતાં.
આ પ્રસંગે ગામનાં તુણા સરપંચ રાકેશ વસાવા, વિસ્તરણ શિક્ષણ નિયામક નવસારી કૃષિ યુનર્વિસટી ડ઼ૉ. એન.એમ.ચૌહાણ, સહ સંશોધક નવસારી કૃષિ યુનિવસિર્ટી ડૉ. વી. આર. નાયક, પ્રિન્સિપલ કૉલેજ ઑફ એગ્રિકલ્ચર ભરૂચના પ્રિન્સીપલ ડૉ. ડી. ડી. પટેલ, પ્રમુખ એ.પી.એમ. સી. વાલીયા યોગેન્દ્રસિંહ મહીડા, બળવંતસિંહ ખેડુત આગેવાન, પ્રમુખ પ્રભાત કો.ઓ.વાલીયા રાકેશસિંહ સાયણિયા, આસિસ્ટન્ટ માર્કટીંગ મેનેજર વિજય વર્મા, સબ સંસોધક કે. વી. વાડોદરિયા, ચાસવડ કે. વી કે. ના વડા ડૉ. મહિન્દ્ર પટેલ, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવસિર્ટીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતાં.