દિવાળી પૂર્વે પંકજ -પ્રિયમ વ્યવસાય તાલીમ કેન્દ્ર દ્વારા દિવાળી નજીક આવી રહી છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણકે અહીં મનોદિવ્યાંગ બાળકો રંગબેરંગી વિવિધ પ્રકારના આકર્ષક કોડીયા, તુલસી દીવા, મટુકી દીવા બનાવી રહ્યા છે.
આ ટ્રેનિંગ સેન્ટરમાં ૨૦ વર્ષથી ઉપરના બાળકોને આપવામાં આવતી હોય છે. એટલે આ બાળકોને આગળ જતા ભવિષ્યમાં તેમનો વ્યવસાય સ્થાપન કરી શકાય તેવો સંસ્થાનો મુખ્ય હેતુ છે. અહી ખાસ કરીને બાળકોમાં નિયમિતતા, સ્વચ્છતા, પરીપકવતા આ બધા ગુણોનો વિકાસ થતો હોય છે. જે આગળ જતાં તેઓને ધંધા રોજગાર વિકસાવવામાં મદદરૂપ થાય છે.
સંસ્થાનો હેતુ ફક્ત બાળકોએ બનાવેલ વસ્તુઓ વેચવાનો નથી, પણ આ બધા કાર્યો દ્વારા બાળકોમાં વ્યવસાયના ગુણો લાવવાનો પણ એક પ્રયત્ન કરવામાં આવે છે. જેથી આ બાળકો પણ સમાજમાં ગૌરવભેર જીવી શકે. જે પ્રમાણે દિવાળીના સમયમાં ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા વાળી ઘરેલું ચીજ વસ્તુઓને પ્રાધાન્ય આપવાનું આવકારવામાં આવી રહ્યું છે. ત્યારે આવા દિવ્યાંગ બાળકોના કાર્યમાં મદદરૂપ બની અને આ બાળકોએ બનાવેલ વસ્તુઓની ખરીદી કરી આપણા તહેવારોની ઉજવણી કરીએ એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર ભરૂચવાસીઓને પણ અપીલ કરી છે.
સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ તથા ટ્રસ્ટ મંડળ દ્વારા અથાગ પ્રયત્નોથી ચલાવવામાં આવતા આ ઉત્કૃષ્ટ કાર્યને આગળ ધપાવવા માટે સંસ્થાના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા પણ અથાગ પરિશ્રમ કરી આ મનો દિવ્યાંગ બાળકોને જીવન જીવવા માટે જરૂરી તમામ તાલીમ આપવામાં આવે છે.
ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોએ રંગબેરંગી વિવિધ પ્રકારના આકર્ષક દીવડાઓ તૈયાર કર્યા
Advertisement