વિજયા દશમી એટલે કે દશેરાના પર્વને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાવણ દહનની તૈયારીઓ પણ ચાલુ થઇ ગઈ છે. અંકલેશ્વર ONGC કોલોની ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પર્વની ઉજવણી થનાર છે ત્યારે અંદાજીત ૫૦ ફૂટ ઉંચા રાવણના પૂતળાને છેલ્લા ૪૦ દિવસ ઉપરાંતના સમયગાળા દરમિયાનથી બનાવવામાં આવી રહ્યો છે અને તૈયારીઓને આખરી ઓપ કારીગરો દ્વારા આપી દેવામાં આવ્યો છે.
તેમજ રાવણના પૂતળાની સાથે સાથે અંદાજીત ૪૫ ફૂટની ઉંચાઈ ધરાવતા અન્ય બે પૂતળા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા પણ બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય પૂતળાને ૮ જેટલા કારીગરોની મદદથી તૈયાર કરવામાં આવે છે જેમાં ૪૦૦ જેટલા વાસ ૨૦૦ કિલોથી વધુ પેપરના કાગળ સહિત કલરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂતળામાં વિશેષ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવેલ ફટાકડા મુકવામાં આવે છે. બે મહિનાના સમયથી તૈયાર થઇ રહેલા રાવણ, કુંભકરણ અને મેઘનાથના પૂતળાને દશેરાના દિવસે દહન કરી દશેરા પર્વની હર્ષોઉલ્લાસ સાથે અંકલેશ્વર ખાતે આવેલ ONGC કોલોનીમાં ઉજવણી કરવામાં આવશે જેમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેમ આયોજકો દ્વારા જણાવ્યું હતું.
દશેરા પર્વનું કાઉન્ટ ડાઉન – અંકલેશ્વર ONGC ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની તૈયારીઓ પૂર જોશમાં
Advertisement