Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે ગ્રામજનોએ ઉત્સાહભેર જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી

Share

‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી છે. ત્યારે ત્રાલસા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સહિત આસપાસના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

લોકોમાં દૈનિક ધોરણે સ્વચ્છતા કેળવાય તે હેતુથી તા.૨ ઓકટોબર-ગાંધી જયંતીના દિવસે રાજ્યવ્યાપી શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને આગામી બે મહિના સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે રાજ્ય સહિત દરેક જિલ્લાઓમાં સઘન રીતે સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે.

અત્રે નોંધનીય છે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ રેલ્વે સ્ટેશન પર બેભાન મુસાફરને રેલ્વે કર્મી એ કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવ્યો.

ProudOfGujarat

પંચમહાલ : 136 કરોડથી વધુનાં ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ…

ProudOfGujarat

લ્યો બોલો, આ તો કેવો વહીવટ, નેત્રંગ ગ્રામ પંચાયતે વીજ બિલનાં નાણાં ન ભરતા વીજ કનેકશન કપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!