Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા પંચાયત ખાતે અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

Share

હાલ સમગ્ર રાજ્યમાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ ની સુવાસ સાથે સાથે મારી માટી, મારો દેશ કાર્યક્રમ હેઠળ ગામે ગામ કળશ યાત્રા યોજાઇ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” ની ગૌરવભેર ઉજવણી પ્રસંગે કળશ યાત્રાનું ગામે ગામ ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેને અનુસંધાને નેત્રંગ તાલુકા પંચાયત ખાતે અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ કળશને એકત્ર કરીને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે અમૃત કળશના વધામણા કરવામાં આવ્યા હતા.

દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેને પગલે ગુજરાતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે કળશ લઈ જઈ માટી એકત્ર કરવામાં આવી હતી જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે ૭૮ ગ્રામ પંચાયતમાંથી સરપંચ અને અગ્રણીઓ કળશ એકઠા કરીને તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ આપવામાં આવ્યા હતા.

સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે તાલુકામાંથી આવેલ થોડી થોડી માટી લઈ તાલુકાના અમૃત કળશમાં નાંખી વધામણા કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અને પ્રસંગોચિત્ત ઉદબોધન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, તાલુકાપંચાયતના હોદેદ્દારો તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિસ્તરણ અધિકારી, તાલુકા શિક્ષણાધિકારી સહિત ગ્રામ્ય વિસ્તારના સરપંચો, તલાટીઓ અને અગ્રણીઓ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગ…

ProudOfGujarat

અંકલેશ્વર ભાજપા દ્રારા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી હતી

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન વિહોણા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!