ભરૂચના મહંમદપુરા નજીક વલીકા શોપિંગ સેન્ટર ખાતે અાવેલી અનાજ કરિયાણાની દુકાન પર બે ગઠિયાઅો ખરીદી કરવા અાવ્યાં હતાં. દરમિયાન તક મેળવી ગઠિયાઅોઅે દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 1.20 લાખ ભરેલી બેગ ચોરી કરી ગયાં હતાં. અરસામાં દુકાન સંચાલક યુવાનને જાણ થતાં તેણે જ્યુપીટર લઇને પિછો કરતાં તેની ગાડી સ્લીપ થઇ જતાં ગંભીર ઇજાઅો થઇ હતી. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના કરમાડ ગામના અોસામા અારીફ પટેલની ભરૂચ શહેરના મહંમદપુરા નજીક અાવેલી વલિકા શોપિંગ સેન્ટર ખાતે અાબાદ ટ્રેડિંગ નામની ખાદ્યતેલ અને અનાજ કરિયાણાની દુકાન અાવેલી છે. ગઇકાલે સાંજના સમયે તે તેની દુકાને હતો. તે વેળાં બે શખ્સો તેની દુકાને શરબતની બોટલો ખરીદવા અાવ્યાં હતાં. જેથી અોસામાઅે તેના પિતા નમાઝ પઢવા ગયાં હોઇ તેમણે થોડીવાર બેસવા જણાવ્યું હતું.
બીજી તરફ શખ્સોઅે તેમને તરસ લાગી હોઇ તેમણે દુકાન પાસે બેસેલાં મજુરને પાણીની બોટલ લેવા મોકલી અાપ્યાં હતાં. દરમિયાન અોસામા દુકાનમાં અંદર જતાં બન્ને શખ્સોઅે તેના કાઉન્ટરમાંથી રૂા. 1.20 લાખ ભરેલી બેગ કાઢી લઇ પોતાની અલ્ટો કારમાં બેસવા જતાં અોસામાઅે તેમના હાથમાં રૂપિયાની બેગ જોઇ લીધી હતી. તે તેમને રોકે તે પહેલાં તેઅો કાર લઇને પાંચબત્તી તરફ પલાયન થઇ ગયા હતા..