Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચક્કાજામ – ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Share

ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદથી જ જિલ્લાના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે, મુખ્ય માર્ગો પર જ ઠેરઠેર મસ મોટા ખાડા અને રસ્તા પરથી વાહન પસાર કરી લઈ જવુ પણ મુશ્કેલી સમાન બન્યું છે, તંત્રમાં સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા અવારનવાર રજુઆતો કરી છે છતાં આ અંગે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રણનીતિ સાથે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી, અને આવ્યું છે તો માત્ર પેચ વર્ક કામગીરી કરી તંત્ર એ સંતોષ મળ્યો છે.

ત્યારે આજરોજ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં યુવા કોંગ્રેસ દ્વારા નિદ્રામાં રહેલા તંત્રને જગાડવાના ભાગરૂપે અને રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પણ સુત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં કોંગ્રેસના લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાનની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકરોએ કર્યું હતું, જેમાં તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.


Share

Related posts

ભરૂચ : પ્રોહીબિશન અને હાલોલ તાલુકામાં શરીર સંબંધી અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો થતાં કોંગી આગેવાનો સી ડિવિઝનની મુલાકાતે.

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર આપધાત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!