Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૯ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ યોજાયો

Share

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તેમજ તાલીમ ભવન ભરૂચ આયોજિત નવમો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ડાયટ ભરૂચ ખાતે ડાયટ પ્રાચાર્યા રેખાબેન સેંજલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ઈનોવેશન સેલ કો-ઓરડીનેટર ડૉ. માર્ક્ડકુમાર માવાણી એ કર્યુ હતું. આ ફેસ્ટીવલમાં ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી ૨૬ અને માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓમાંથી ૧૦ એમ કુલ ૩૬ કૃતિઓ ઇનોવેટીવ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ 36 ઇનોવેશનને રજૂ કરતી બુકલેટનું “નવતરના પગરવ” નું વિમોચન કરવામાં આવ્યું હતું.

શિક્ષકોના આ નવતર કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રાથમિક અને માધ્યમિક શાળા સાથે સંકળાયેલ બી.આર.સી કો-ઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર, આચાર્ય, શિક્ષકો મૂલ્યાંકન માટે હાજર રહ્યા હતા. શિક્ષણક્ષેત્રે પ્રવતર્તી સમસ્યાઓના કંઈક જુદી જ રીતે સમાધાન શોધી ઇનોવેટીવ કાર્ય કરનાર તમામ શિક્ષકોને કાર્યક્રમના અધ્યક્ષ ડાયટ ભરૂચના પ્રાચાર્યા શ્રીમતી રેખાબેન સેંજલિયાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજથી ખુલ્લા મુકાયેલ આ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો,બી.એડ કોલેજના અધ્યાપકો તેમજ તાલીમાર્થીઓ સહીત કુલ ૬૦૦ જેટલા મહાનુભાવો મુલાકાત લેનાર છે. આ ૩૬ કૃતિઓ પૈકી ૫ કૃતિઓ ઝોન કક્ષાના ઇનોવેશન માટે પસંદગી પામશે. આ ફેસ્ટીવલમાં પ્રેરણા પ્રોત્સાહન પુરુ પાડવા માટે પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિવિધ સંગઠનોના હોદેદારો તથા ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ ડૉ. વી. એમ. બલદાણીયા એ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયટ ભરૂચ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

શાળાઓ ક્યારે થશે અનલોક ..? : ભરૂચ : શાળા સંચાલક મંડળ દ્વારા ધો. 9 થી 12 ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપવા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત.

ProudOfGujarat

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!