ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવ નિર્માણ પામેલ શ્રી પાંચ દેવી મંદિર કે જે મંદિરમાં આહીર સમાજના અલગ અલગ ગોત્રના કુળદેવી માતાજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં ( ૧ ) સિંધવાઈ માતાજી ( ૨ ) મહાકાળી માતાજી ( ૩ ) ખોડીયાર માતાજી ( ૪ ) મેલડી માતાજી અને ( ૫ ) મુગલાઇ માતાજી આમ એકજ મંદિરમાં પાંચ દેવીઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આસો નવરાત્રીમાં માતાજીના મંદિરે પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્જન કરી દસમા દિવસે પવિત્ર સલીલા માં નર્મદા નદીના નિરમાં માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવે છે.
તવરા પાંચ દેવી મંદિરે માત્ર આસો નવરાત્રીમાં જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન એક જ સાથે થાય છે પાંચે દેવીઓની આરતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આરતીમાં જોડાઈ માતાજીના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવતા હોય છે હાલ આસો નવરાત્રીમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન અર્થે આવી દર્શન પૂજન કરી ધન્યતા અનુભવતા હોય છે.
તવરા પાંચ દેવી મંદિરે આસો નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતે માતાજીના જવારા સ્થાપના કરી દસ દિવસ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દસમા દિવસે નર્મદા નદીમાં માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ 10 દિવસ દરમિયાન માતાજીના પટ આંગણમાં ભવ્ય રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે જેનો લાભ માઈ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લેતા નજરે પડ્યા હતા.
ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી
Advertisement