Proud of Gujarat
FeaturedGujaratINDIA

છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજી આદિવાસી વ્યક્તિ જંગલી દીપડાના આંતકનો ભોગ બની, જંગલ ખાતુ ત્વરિત પગલા ભરે અને લોકોનો ભય દૂર કરે : સંદીપ માંગરોલા

Share

ભરૂચ – નર્મદા અને સુરત જિલ્લાના અનેક ગામોમાં માનવ વસ્તીમાં જંગલી દીપડાઓનો ત્રાસ ખુબ વધી રહ્યો છે, જંગલ ખાતા દ્વારા આ અંગે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો માનવ હિંસા દીપડા દ્વારા વધવાની શક્યતાઓ છે, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બાદ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંકડોદ ગામે અને ત્યાર બાદ વાલિયા તાલુકાના ડણસોલી ગામના લીમડી ફળિયામાં ગત તારીખ 14 મીની રાત્રે સુંદર બેન ભાવલાભાઈ વસાવાને જંગલી દીપડા એ ગળાના ભાગે ફાડી ખાધેલ હાલમાં લાશ મળી આવી હતી.

આમ આ વિસ્તારમાં જંગલી દીપડાઓનો આતંક વધી રહ્યો છે, માનવ વસ્તીમાં ખુબ જ ભયનું વાતાવરણ ફેલાયું છે, છેલ્લા 15 દિવસમાં બીજી વ્યક્તિનું મૃત્યુ દીપડાના હુમલાના કારણે થયું છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના PCCF&HOFF ને પત્ર લખી રજુઆત કરી છે કે ડણસોલી ગામ ખાતે દીપડાના આતંક નૉ ભોગ બનેલ પરિવારને તાતકાલિક ધોરણે પાંચ લાખની સહાય પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં અખાત્રીજની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ટફ યોજના અંતર્ગત બજેટની જોગવાઈ કરવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આર.ટી.ઇ. પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!