Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કંપની રાઉન્ડ લીગ મેચ અને આગામી નવરાત્રી પર્વને અનુલક્ષીને નબીપુર પોલીસ દ્વારા શુકલતીર્થ ગામે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

Share

હાલમાં ભારતમાં આઈ.સી.સી. એક દિવસીય મેચનો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે જેમાં ગઈકાલે પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમા રમાઈ હતી અને સાથોસાથ આગામી દિવસોમાં નવરાત્રી પણ શરૂ થવા જઈ રહી છે અને હંમેશા આ બંને દેશો વચ્ચેની મેચો હાઈ પ્રોફાઈલ મેચો હોય છે. જે અંતર્ગત આ મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો.

તે અંતર્ગત ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે વાતાવરણ દાહોરાય નહીં અને આગામી તહેવારો શાંતિમય વાતાવરણ મા ઉજવાય તે માટે નબીપુર પોસ્ટ નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. કે.એમ.ચૉધરીની દેખરેખ હેઠળ જિલ્લાના શુકલતીર્થ ગામે પોલીસ ની ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં જનતાને શાંતિમય વાતાવરણ બનાવી રાખવાની અપીલ કરાઈ હતી. ગ્રામજનોએ પણ ગામમાં શાંતિ બનાવી રાખી આવનારા તહેવારો શાંતિથી ઉજવાય તેની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નેત્રમ કમાન્ડ કંટ્રોલનાં ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરમગામ તાલુકાના 20 દિવ્યાંગ બાળકો ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ડીવીઝનમાં નવા ડી.વાય.એસ.પી. હાજર થતાં ડી.વાય.એસ.પી. સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!