ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ આત્મીય ગ્રીન સ્કૂલના વિધાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયમાં રુચિ વધે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કેવી રીતે કરવો તેની જાગૃતતા માટે શાળાના વિધાર્થીઓ દ્વારા સ્વનિર્મિત તથા કાર્યરત કૃતિઓ તૈયાર કરી શાળાના પટાગણમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તથા જાહેર પ્રજાજનો માટે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિધાર્થીઓ દ્વારા ખુબ સુંદર 75 કૃતિઓ પ્રિ, પ્રાયમરી તથા સેકન્ડરી વિભાગના વિધાર્થીઓએ રજૂ કરી હતી, માનવ શરીરના વિવિધ અવયવોની કાર્યવાહી, ટેક્નોલોજી દ્વારા માનવજીવનને ભૌતિક સુખ સગવડ અંગેના વર્કિંગ મોડેલ રજૂ કર્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, આ પ્રસંગે શાળાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રવીણ ભાઈ કાછડીયા, આચાર્ય અવંતિકા વાલિયા દ્વારા માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ આત્મીય ગ્રીન સ્કૂલના વિધાર્થીઓએ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય પર કૃતિઓ રજૂ કરી
Advertisement