Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે અભયમ રેસ્કયુ ટીમ તૈનાત કરાઈ.

Share

ગુજરાત સરકારની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ. લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિ:શુલ્ક સેવાઓ આપી રહી છે.

આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓને કોઈ મદદની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે. અભયમ રેસ્ક્યુ ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવેલ છે આમ ગુજરાતની મહિલાઓને સુરક્ષિત્તાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મજા માણી શકશે.

Advertisement

મહિલાઓને ખાસ નિવેદન કે આપના પરિચિત ગ્રૂપ સાથે રહો, નિર્ધારિત સમયમાં ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટક્ટ અપનાવશો નહી, અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળો, અજાણી વ્યક્તિને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓને અનુસરવાથી સુરક્ષિત અને આનંદથી નવરાત્રિ પર્વ સુરક્ષા સાથે ઉજવાશે. કોઈ પણ આપત્તિ કે ભયજનક પરિસ્થિતિનાં સમયે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલમાં “૧૮૧ અભયમ” એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.


Share

Related posts

નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં

ProudOfGujarat

ધરમપુરમાં અંતરીયાળ અવલખાંડીમા ગાંજાની ખેતી પકડાતા ચકચાર : જિલ્લા એસઓજીની ટીમે સફળ ઓપરેશન પાર પાડયુ.

ProudOfGujarat

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!