ગુજરાતમાં સ્વચ્છતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત ૮ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરુચ જિલ્લા ભરૂચ તાલુકાના દહેગામ ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ સ્વચ્છતા હી સેવા નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન અંગે તેમજ કાગળની થેલીનો ઉપયોગ અંગે સામુહિક શપથ લેવામાં આવ્યાં હતાં.
ચિત્ર સ્પર્ધા અને સામુહિક જાહેર સ્થળો સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી. જે નિમિત્તે સ્વચ્છતા બાબતે બાળકોને અવગત કરવામાં આવ્યા હતા.
Advertisement