જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓની સીધી સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ તથા AHTU ભરૂચ પોલીસ ઇન્સપેક્ટર એન.એસ.વસાવા નાઓની સુચના મુજબ AHTJ ભરૂચના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ શોધવા સુચના આપતા AHTU પોલીસ ટીમના માણસોની સઘન તપાસ દરમ્યાન બાતમીદારથી બાતમી મેળવી આમોદ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A- ૧૧૧૯૯૦૦૩૨૧૦૮૦૧/૨૦૨૧ IPC કલમ ૩૬૩ મુજબનાં ગુનાના કામમાં અપહરણ થયેલ બાળકીને આરોપી સાથે દરેડ ત્રણ રસ્તા, મીતીયા રોડ, જામનગર GIDC તા,જી- જામનગર ખાતેથી શોધી લવેલ છે. સદર ગુનાનો આરોપી નિકુંજભાઈ S/O પ્રવીણભાઈ ફટાણીયા રહે-શિવનગર સ્ટ્રીટ-૧ પાણાખાણ, લહેરી પાન વાળી ગલી, ગણેશ પ્રોવિઝન સ્ટોર સામે ડાંગરવાડા જામનગર તા. જી-જામનગર નાનો ભોગબનનાર બાલીકા સાથે છેલ્લા ૨૮ માસથી નાસતો ફરતો હોય જેને ભોગ બનનાર બાલીકા સાથે શોધી લાવી હાલ હસ્તગત કરેલ હોય જેની આગળની વધુ તપાસ અર્થે સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રી જંબુસર નાઓને સોંપવામાં આવેલ છે.
છેલ્લા ૨૮ માસથી ગુમ/અપહરણ થયેલ નાબાલીક બાળકીને આરોપી સાથે ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચ
Advertisement