આમોદ શહેરમાં ૧.૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ શોપિંગ સેન્ટરની ૬૪ દુકાનો આશરે ત્રણ વર્ષથી તૈયાર હોવા છતાં ઉપયોગ ન થતા જર્જરિત થવા લાગી છે. શોપિંગ સેન્ટરની સામે લારી ગલ્લા અને કેબીનો વાળાએ અડ્ડો જમાવ્યો અને રોડ પર પણ પોતાનો માલ -સામાન મૂકી દબાણ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરેલ છે. આમોદ નગરપાલિકા દ્વારા આશરે ૧.૫૫ કરોડના ખર્ચે તિલક મેદાનના મેઇન રોડ ઉપર તૈયાર થયેલ ૬૪ દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર ત્રણ વર્ષથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા હરાજી ન થતા હાલ જર્જરિત હાલતમાં માલુમ પડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ શોપિંગ સેન્ટર ઉપયોગમાં લેવાતું ન હોવાના કારણે શોપિંગ સેન્ટરની સામે લારી ગલ્લા કેબીનો ગોઠવી દેવામાં આવેલ છે જ્યારે શોપિંગ સેન્ટરના સામે ગંદકી એ સામ્રાજ્ય જમાવેલ નજરે પડે છે.
આ શોપિંગ સેન્ટર આમોદ નગરપાલિકાની વેરા વસુલાત સિવાય કોઈ આવક ન હોવાના કારણે વહીવટી માટે તથા નગરપાલિકાનું આર્થિક પાસામાં સુધારો થાય જેના માટે બનાવવાનુ આયોજન કરેલ. આ શોપિંગ સેન્ટર તૈયાર થવાને આશરે ત્રણ વર્ષ પૂર્ણ થયેલ હોવા છતાં જેને હરાજી ન થતા આજરોજ આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સાથે વાતચીત કરતા જણાવેલ બે ત્રણ નાની ભૂલો છે જે સુધારી વહેલી તકે ચાલુ કરવામાં આવશે. જો આ શોપિંગ સેન્ટર વહેલી તકે ચાલુ કરવામાં આવે તો આમોદ નગરપાલિકાની રોનકમાં અને નગરનો વિકાસ વધારો થાય અને નગરપાલિકાનું આર્થિક પાસુ મજબૂત થાય જે માટે નગરપાલિકા આ શોપિંગ સેન્ટરની કાર્યવાહી વહેલી ટકે ચાલુ કરવામાં આવે એવી લોક માંગે પંથકમાં જોડ પકડેલ છે.
નઇમ દીવાન – વાગરા