ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં અકસ્માતની ઘટના સામે આવી છે. એક ઇકો ગાડીના ચાલકે બે કિશોરીઓને અડફેટે લેતા એક કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો ગાડી નં. GJ -16-DC-3837 નો ચાલક ઉર્મીલ પટેલ રહે, સીમલીયા તા.જી. ભરૂચ નાએ પોતાની ઈકો ગાડી પૂરઝડપે અને બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી લાવી મરણ જનાર સાહેદ રોશનીને જમણ પગે તથા ડાબા પગની એડીના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તથા સાહેદ દિવ્યાને ડાબા પગે તથા ડાબા હાથે સામાન્ય ઇજાઓ પહોંચાડી મરણ જનાર રોશની નાઓનું ભરૂચ હીલીંગ ટચ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ પાલેજ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇકો ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement