Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

Share

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આજરોજ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિવિધ તાલીમી ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પદવીદાન સમારંભમાં પધારેલા ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઇ રાઠોડ પાલિકા સદસ્ય બીજલ ભરવાડ, કાંકરિયા ગામના સરપંચ, પુરસા ગામના આગેવાન ભુપેન્દ્રભાઇ ગોહિલ સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહેમાનોના હસ્તે બાદ દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આવેલા મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કરી તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આમોદની આઈ.ટી.આઈ.માં ૩૦૦ થી વધુ તાલીમાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. જેમાં સાત પ્રકારના ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાંથી ૨૫ તાલીમાર્થીઓને મહેમાનોના હસ્તે કોપા, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ફીટરના ટ્રેડ ધરાવનારને પ્રમાણપત્ર તથા મેડલ આપવામાં આવ્યા હતાં. તાલીમી સંસ્થાના આચાર્ય કે.સી.કાછડીયાએ ઉપસ્થિત લોકોને સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ટ્રેડ વિશે માહિતી આપી હતી તેમજ રોજગારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

નઇમ દીવાન – વાગરા

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં તા.12-8-2020 નાં રોજ કોરોનાનાં 15 પોઝિટિવ દર્દી જણાતા કોરોનાનાં કુલ દર્દી 1137 થયા.

ProudOfGujarat

અંકલેશ્વર : બાર દિવસ અગાઉ દિલ્હી ટ્રેડીંગ ગોડાઉનમાં કરેલ ચોરીનો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

બિહાર : નકલી COVID-19 રસીકરણ : નર્સ માણસને ખાલી સિરીંજથી રસી મુકતા કેમેરામાં થઇ કેદ : રસી મુકાવનાર વાતથી અજાણ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!