ભરૂચ જિલ્લામાં બેફામ અને બિન્દાસ બનવા જઈ રહેલા નશાના વેપલાના સોદાગરો સામે આખરે જિલ્લા ક્રાઇમ બ્રાંચ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી, જિલ્લામાં નફ્ફટ બની નશાનો વેપલો કરતા તત્વો સામે હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે ત્યારે લાખોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બે બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે તો અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ઉમલ્લા ચેકપોસ્ટ રાજપીપળાથી સુરત તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો નંબર GJ 15 AV 6621 આવતા તેને રોકી તેમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો 3132 નંગ બોટલ મળી આવી હતી.
જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) રાહુલ ભગવાનદાસ મીક્ષા રહે, ન્યુ હાઉસિંગ બોર્ડ, વાપી તેમજ (2) અશ્વિન બાબુભાઇ પંચાલ રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વાપી નાઓની ધરપકડ કરી અન્ય બે ઈસમનોને વોન્ટેડ જાહેર કરી મામલે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ 22,89,855 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
તો બીજી તરફ રાજપારડીના ઉમધરા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડી કુલ 91,200 નો મુદામાલ કબ્જે કરી મામલે બુટલેગર મહેશભાઈ નટુભાઈ વસાવા રહે, સુથારપુરા, ઝઘડિયા નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.