Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ઝઘડિયા ના માલજીપુરા-હરિપુરા ગામ વચ્ચે કોતર માં પત્તા-પાના નો જુગાર રમતા ૯ શખ્સોને ૭ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે પોલીસે દરોડા પાડી ઝડપી પાડયા હતા..

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના માલજીપૂરા-હરિપુરા ગામ વચ્ચે ની કોતરમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ૯ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય ત્રણ જેટલા ઈસમો પોલીસ દરોડા ને જોઈ સ્થળ ઉપર થી નાસી જતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા….

Advertisement

ઝઘડિયા પોલીસ મથક ના પી.આઈ.કે.એમ જોસેફ તેમજ સ્ટાફ ના માણસોએ ગત રાત્રીના સમયે બાતમીના આધારે જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા..પોલીસે દરોડા દરમિયાન (૧)સિકંદર કરીમ શેખ (૨)સુરેશભાઈ વિજયભાઈ વસાવા(૩)જાફરી ભાઈ અબ્દુલ રસીદ પઠાણ(૪)અનિલભાઈ વિજયભાઈ વસાવા(૫)રાજેશભાઈ બાબરભાઈ પાટણવાડી (૬) કિરીટભાઈ બાબર ભાઈ પાટણવાડી (૭) ઇકબાલ ગાજીયાન મકરાની(૮)અનિલભાઈ પૂનાભાઈ વસાવા(૯) અશોક શાંતિલાલ વણઝારા (૧૦) વનરાજ દિનેશ વસાવા ને ઝડપી પાડ્યા હતા ..તેમજ અન્ય ૩ જેટલા ઈસમો ફરાર થઇ ગયા હતા….જોકે સ્થળ ઉપર થી પોલીસે જુગાર રમવા ભેગા કરેલા ઈસમો પાસે થી રોકડા રૂપિયા ૨ લાખ ૩૯ હજાર તથા વિવિધ વાહનો તથા મોબાઇલ મળી કુલ રૂપિયા ૭ લાખ ૩૨ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે જુગરીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…..


Share

Related posts

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી કાલથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચમાં યુવાનનો મોબાઇલ ઝુંટવી 2 ગઠિયા બાઇક પર ફરાર..

ProudOfGujarat

ગુજરાતના જિલ્લાઓના 1,353 બૂથ પર થયેલા મતદાનની ગણતરી 96 રાઉન્ડમાં કરાઇ, 550 થી વધુ પોલીસ તૈનાત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!