Proud of Gujarat
FeaturedGujaratINDIA

જીવલેણ અકસ્માત – ભરૂચ કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર યુવાનોના કમકમાટી ભર્યા મોત

Share

ગુરુવારે રાતે ભરૂચના દયાદરા – કેલોદ રોડ પર અકસ્માતમાં ચાર યુવાનોના અપમૃત્યુની ઘટના મામલે ભરૂચ રૂરલ પોલીસે ટ્રક ચાલક સામે લાપરવાહીથી વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર 4 યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા.

અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ સિંગલ ટ્રેક રોડ ઉપર વાહન રોડ સાઈડ હંકારી યુવાનોની કાર સાથે અકસ્માત સર્જવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. અકસ્માતનો સર્જક ટ્રક ચાલક ઘટના બાદ વાહન છોડી ફરાર થઈ ગયો હતો.આજે મૃતક યુવાનોની દફનવિધિ કરવામાં આવશે. તમામ મૃતક એકજ ગામના છે. તમામ સૂડી ગામના અને 19 થી 25 વર્ષની વચ્ચેની વયના છે.

બનાવની પોલીસ ફરિયાદ ઉપર નજર કરીએ તો ટ્રક નંબર GJ 16 AW 0093 ના ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા પોતાન હાઇવા ટ્રકને રોન્ગ સાઇડ ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 ની સાથે અથડાવી અલ્ટોમાં મુસ્તકીમ મયુદીન દિવાન ઉમર 25 વર્ષ, પટેલ ઉસમા મુસાભાઇ ઉમર 19 વર્ષ, પટેલ મુસ્તકીમ મકસુદ ઉંમર 20 વર્ષ તથા પટેલ મોહંમદ સાકીર ઉમર 21 વર્ષ તમામ રહેવાસી સૂડી ગામ, તાલુકા આમોદ, જિલ્લા ભરૂચને ગંભીર ઇજાઓ પહોંચાડી તેઓના મોત નિપજાવી ટ્રક મૂકી નાસી ગયો હતો.

Advertisement

Share

Related posts

પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને નગરપાલિકાતંત્ર વચ્ચે મિંટીગ યોજાઇ

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!