ભરૂચ જિલ્લામાં મિલ્કત સબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધક ગુના શોધી કાઢવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા માટે જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સૂચનાઓ આપી છે, તેવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાંસિલ થઈ હતી.
ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર, અંકલેશ્વર રૂરલ વિસ્તાર અને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં કુલ 5 સ્થળે દરોડા પાડી 6 જેટલાં ઈસમોને શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) નિઝામુદ્દીન રસુલ શેખ રહે, કાપોદ્રા અંકલેશ્વર (2) નૂરહુડા જુમ્મન અલી શૈખ રહે, અંસાર માર્કેટ અંકલેશ્વર (3) અબ્દુલ સમદ મહેંદી હસન ખાન રહે, કાપોદ્રા અંકલેશ્વર (4) મકસુદ અહેમદ મહેમુદ ખાન રહે, અંસાર માર્કેટ અંકલેશ્વર (5) નેમીચંદ ચંપાલાલ જૈન રહે, જીઆઈડીસી અંકલેશ્વર તેમજ કાળા ભાઈ રામાભાઇ ઠાકોર રહે, તાડ ફળિયું અંકલેશ્વર નાઓને ઝડપી પાડી શંકાસ્પદ ભંગારનો જથ્થો સહિત ટેમ્પો મળી કુલ 14,65,200 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જિલ્લામાંથી શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે 6 ઈસમોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે
Advertisement