હિંદુ સંપ્રદાયના પવિત્ર નવરાત્રી પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈની અધ્યક્ષતામાં નવરાત્રી મહોત્સવના આયોજકો તેમજ નગરના આગેવાની સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં આગામી પવિત્ર નવરાત્રી પર્વ શાંતિ અને ભાઇચારાના માહોલમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. ગરબા આયોજકોને ગરબા સ્થળે સીસીટીવી કેમેરા ગોઠવવા પણ વિશેષ સુચના આપી હતી. સરકારના નિર્દેશ મુજબ સમયસર ગરબા બંધ કરવા પણ વિશેષ સુચના આપી હતી.
પર્વ દરમિયાન કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા તેમજ જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા કરવા વિશેષ અપીલ કરી હતી. પોલીસ ઇન્સ્પેકટર દ્વારા પવિત્ર નવરાત્રી પર્વ કોમી એકતાની ભાવના સાથે તથા સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પવિત્ર નવરાત્રી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નગરના આગેવાનો સહિત નવરાત્રી મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ