Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

Share

વાગરા તાલુકામાં આવેલ પહાજ રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજવા પામેલ છે. જ્યારે અન્ય એકને સારવાર માટે ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ વાગરાના ઓચ્છણ અને પહાજ રોડ ઉપર સાંજના સમયે જી.જે 16 બી. કે 8489 નંબરની આઇ ટ્વેન્ટી કાર સુનીલ સિંહ રણજીત દરબાર જેઓ વાગરાથી ઓચ્છણ પોતાના ઘરે જઈ રહ્યો હતો.તે દરમિયાન મેલા ભાઈ છગન ભાઈ રાવળ અને તમને દીકરો અક્ષય મેલા ભાઈ રાવળ મૂલેર ગામથી નિત્યક્રમ મુજબ કડિયા કામ કરી મોટરસાઇકલ લઈ પોતાના ગામ પહાજ ખાતે આવી રહ્યા હતા. તે વેળા પહાજ અને ઓચ્છણ ગામ વચ્ચે સુનીલ સિહે બાપ દીકરાને કારથી અડફેટે લેતાં પુત્રની આંખોની સામેજ પિતાનું ઘટના સ્થળે જ કમમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે દીકરાને ગંભીર ઈજાઓના પગલે ૧૦૮ મારફતે સારવાર અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કરી કાર ચાલક સુનીલસિંહ કાર સ્થળ પર છોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસે બંને વાહનોનો કબજો લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નઈમ દિવાન-વાગરા

Advertisement

Share

Related posts

વાહનચાલકો માટે રાહત : CNG ની કિંમતમાં થયો રૂ. 3.84 નો ઘટાડો.

ProudOfGujarat

વડોદરામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં સામાજિક કાર્યકરે પી.પી.ઇ કીટ પહેરી આપ્યું કલેકટરને આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વર : કોસમડીની સ્ટાર ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદશૅન – ૨૦૨૩-૨૪ યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!