Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કષ્ટભંજન દાદાના આમંત્રણ રથનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું

Share

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડતાલ સ્વામી નારાયણ સંસ્થા સંચાલિત કષ્ટભંજન દેવનો આમંત્રણ રથ આજે શહેરમાં આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ ભરુચ જિલ્લામાં આવી પહોંચતા મહાનુભવો, ભકતો દ્વારા તેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે.

Advertisement

સ્વામી નારાયણ મંદિર વડતાલધામ સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાન મંદિર સાળંગપુરધામ દ્વારા શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથનું આયોજન કરવામાં આવ્યું છે. જે રથ વાગરા બાદ આજરોજ રવિવારે ભરુચ શહેરમાં આવી પહોંચતા તેનું ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ આમંત્રણ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નિશાત મોદી તેમજ મૌલિક મિસ્ત્રી દ્વારા યાત્રાનું કરી દાદાના રથને આવકારી જિલ્લાવાસીઓને શતામૃત મહોત્સવમાં જોડાવા ભાવભીનુ આમંત્રણ અપાયું હતું.


Share

Related posts

અંકલેશ્વર લાઇન્સ કલબ ઓફ કવીન્સ ઘ્વારા આર્મી ના જવાન જોડે રક્ષાબંધન ની ઉજવણી કરી..

ProudOfGujarat

ભરૂચ : ને.હા. 48 પર પાલેજનાં વરેડીયા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં રંગોળી અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!