વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન, P.P. સવાણી યુનિવર્સીટી તથા રોટરી ક્લબ નર્મદા નગરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે મમતા રીહેબ સેન્ટર દ્વારા આયોજીત વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ખુબ જ અલગ અંદાજમાં આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.
આયોજિત કાર્યક્રમમાં વિષેશ બાળકોના સુપર મૌન એન્ડ ડૅડના માનવાચક ઉદ્દબોધન વડે હાજર તમામ વાલીગણને પ્રેરણા મળે એ માટે કહેવામાં આવ્યું હતું કે વિશ્વના ૧૦૦ થી વધુ દેશો એક સાથે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરી સંદેશ પાઠવે છે કે તમારા મધુર સંચર્યના સફળમાં તમો એકલા નથી અમે સૌ સાથે છે.
વાલીઓને વધુમાં પ્રોત્સાહિત કરવામાં કહ્યું હતું. વિશ્વની ૮ અબજની વસ્તીમાંથી કુદરતે આવા વિષેશ બાળકો તમારી કુંખે એટલા માટે જન્માવ્યા છે કે ઉપરવાળાનો તમારા ઉપર સંપૂર્ણ ભરોસો છે.
આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભરૂચ શહેરના અગ્ર-ઉદ્યોગપતિ પરાગ શેઠ, ક્લીનીકલ સાયકોલોજીસ્ટ યેશા શેઠ, રોટરી ક્લબ નર્મદા નગરી, ભરૂચના પ્રમુખ યુવરાજભાઇ પ્રિયદર્શી અને પુર્વ પ્રમુખ એસ.બી. શાહ, P.P. સવાણી યુનિવર્સીટીના પ્રધ્યાપકો એકનાબહેન, મોનાબહેન તથા WBVF ના ડાયરેક્ટર યુનુસભાઇ અમદાવાદી સાહેબ અને ઇનાયતભાઇ પટેલે વિષેશ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : મમતા રીહેબ સેન્ટર દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઈ.
Advertisement