ભરૂચ જિલ્લામાં ચોરી, લૂંટ, ચેઇન સ્નેચીંગ જેવા ગુનાઓને અંજામ આપતાં તત્વોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ કામગીરી હાથધરી રહ્યા છે, તેમજ અનેક ગુનાઓના ભેદને ઉકેલી પણ રહ્યા છે, તેવામાં ભરૂચ સી ડિવિઝન પોલીસને મોટી સફળતા હાંસિલ થઈ હતી.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ચીલ ઝડપ કરવામાં વપરાયેલ હીરો સુપર સ્પલેન્ડર મોટર સાયકલ નંબર GJ 06 QE 7628 ઉપર બે ઈસમો જેમાં મો.સા લઈ નર્મદા ચોકડીથી ABC ચોકડી તરફ આવી રહ્યા હોય તેઓને રોકી તેઓ પાસેથી સોનાની તૂટેલી ચેઇન તેમજ મોટર સાયકલ કબ્જે કરવામાં આવી હતી.
ભરૂચ સી ડિવિઝન પોલીસે મામલે મહેશભાઈ રમેશભાઈ સલાટ રહે, આમોદર ગામ, વાઘોડિયા વડોદરા તેમજ દિલીપભાઈ રમણભાઈ વાદી રહે, હીરાબા નગર, વાઘોડિયા વડોદરા નાઓની ધરપકડ કરી કુલ 1,25,540 નો મુદ્દામાલનો કબ્જો મેળવી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચેઇન સ્નેચીંગ ગુનામાં બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ
Advertisement