Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ટ્રેનમાં વિદેશી દારૂની ખેપ મારતાં અાણંદના બે ખેપિયા ઝડપાયાં

Share

 
ભરૂચ રેલવે પોલીસે બાંન્દ્રા ચંડીગઢ ટ્રેનમાં વિદેશીદારૂની ખેપ મારતાં અાણંદના બે ખેપિયાઅોને વિદેશીદારૂની બોટલો સાથે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં બાંન્દ્રા ચંડિગઢ અેક્સપ્રેસ ટ્રેનમાં તેઅોઅે તપાસ કરતાં અેસ-1 કોચના કોરીડોરમાં બે શખ્સોની ગતિવિધી શંકાસ્પદ જણાતાં પોલીસે બન્નેની અટકાયત કરી તેમની તલાશી લેતાં તેમની પાસેનાં થેલાઅોમાં વિદેશીદારૂની 6-6 બોટલો ભરેલી જણાઇ હતી. જેના પગલે તેમની પુછપરછ કરતાં તેમના નામન અાઝાદ રામચરણ ચૌહાણ તેમજ નરેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ ( બન્ને રહે. અાણંદ) હોવાનું માલુમ પડ્યું હતું.

Advertisement

પોલીસે બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન અેક્ટ હેઠળ ગુનો નોંધી તેઅો વિદેશીદારૂનો જથ્થો ક્યાંથી લાવ્યાં અને વિદેશીદારૂનો જથ્થો કોને અાપવાના હતાં. તે અંગેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી નેશનલ હાઇવે તેમજ અન્ય રસ્તાઅો પર પોલીસ તંત્ર દ્વારા વિદેશીદારૂની હેરાફેરીને અંકુશમાં લાવવા સઘન ચેકીંગ હાથ ધરવામાં અાવી રહ્યું છે. જેના પગલે હવે ખેપિયાઅો ટ્રેનમાં નાના-નાના પાયે વિદેશીદારૂની બોટલોની ખેપ મારી રહ્યાં છે…સૌજન્ય


Share

Related posts

વલસાડ-ધરમપુર નાની વહિયાળ હાઈસ્કૂલની ખેલમહાકુંભમાં સિદ્ધિ

ProudOfGujarat

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં આવેલ શબનમ એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : સરકારની મનમાની : રાજકીય કામોમાં છૂટ, તો ધાર્મિક કામોમાં રોકટોક શા માટે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!