ભરૂચ તાલુકાનાં દેરોલ ગામથી જંબુસર બાયપાસ ચોકડી સુધીનો અત્યંત બિસ્માર માર્ગની મરામતને લઈ ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ આગેવાનોને અધિકારીઓ વહેલી તકે નવીનીકરણ કરવાની ખાતરી આપી હતી. છેલ્લા 6 મહિનાથી ભરૂચ શહેરની જંબુસર બાયપાસ ચોકડીથી ત્રણ તાલુકા આમોદ, વાગરા અને જંબુસરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.
જેના પગલે રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે જે ખાડાઓને કારણે ઊડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે સાથે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે તેવામાં આજરોજ ભરુચ, થામ, દેરોલ સહિતના ગામના આગેવાન અબ્દુલ કામઠી તેમજ ગામના આગેવાનોએ આજરોજ ભરૂચ ખાતે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને આવેદન પત્ર પાઠવી વહેલી તકે માર્ગની મરામત નહીં કરવામાં આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. જોકે અધિકારીઓએ ત્રણથી ચાર દિવસમાં કામગીરી શરૂ કરવા સાથે કામના વર્ક ઓર્ડર આપી વહેલી તકે નવીનિકરણની બાહેંધરી આપવામાં આવી હતી.
જંબુસર બાયપાસ ચોકડીથી દેરોલ સુધીનો માર્ગ બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગની કચેરીએ રજૂઆત કરાઇ
Advertisement